🔥 TRENDING Men assault Delhi flower seller with s... Four Minors Stab Delhi Man in Attempt... Chinese vloggers mislabel Dhaka slums... 9.11 lakh people turn to district de‑a... 89 Fatalities in Two Years from Fallin... 20-year-old newlywed Shivangi Kumari f...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠામાં 11 થી 18 નવેમ્બર દરમિયાન 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની ઉજવણી, 15 નવેમ્બરે ખેડબ્રહ્મામાં મુખ્ય કાર્યક્રમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 12 Nov 2026, 09:04 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં 11 થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ 15 નવેમ્બરે ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલ ખાતે યોજાશે..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં સર્કિટ હાઉસ ખાતે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આગામી 15 નવેમ્બરના રોજ 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. આ અંતર્ગત જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ખેડબ્રહ્મા ખાતે આવેલી કે.ટી. હાઈસ્કૂલમાં યોજાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને પત્રકાર વાર્તા યોજાઈ હતી, જ્યાં ઉજવણીના વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી.આગામી 18 નવેમ્બર સુધી 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે.આ સપ્તાહ દરમિયાન જનજાતીય સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે 13 નવેમ્બરે ચાર વિધાનસભા વિસ્તારમાં જનજાતીય યુવા સભા યોજાશે, જ્યારે 14 નવેમ્બરે જનજાતીય મહાપુરુષોના સ્મારકો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ ઉપરાંત સાધુ-સંતોનું સન્માન, ગ્રામ પંચાયત તથા જાહેર સ્થળોએ ભગવાન બિરસા મુંડાજીના ફોટાની સ્થાપના, તેમના ઇતિહાસનું વર્ણન,આરતી,દીપોત્સવ અને ભજન-કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે..

15 નવેમ્બરે ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 16 નવેમ્બરે જનજાતીય સમાજના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાશે, જેમાં નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો, પ્રતિષ્ઠિત મહિલાઓ અને પ્રગતિશીલ ખેડૂતો સહિતના આગેવાનો ભાગ લેશે. આ સંમેલનમાં જનજાતીય સમાજના વિકાસ માટે સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. 17 નવેમ્બરે પરંપરાગત ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવા રમતોત્સવનું આયોજન કરાશે, જેમાં ગિલ્લી-દંડા, કોથળા દોડ, લખોટી, સાતોડિયું, તીરંદાજી, ભમરડો, દોરડા ખેંચ, કબડ્ડી અને ખો-ખો સહિતની વિવિધ રમતો યોજાશે.18 નવેમ્બરે જનજાતીય મહિલાઓની સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં મહિલાઓને લગતી સરકારી યોજનાઓની જાણકારી અને પ્રગતિશીલ મહિલાઓના મંતવ્યો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ સિવાયના વિવિધ કાર્યક્રમો ઇડર, હિંમતનગર અને પ્રાંતિજ ખાતે યોજાશે. આ પત્રકાર વાર્તામાં હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ, મહામંત્રી બિપિન ઓઝા, મહામંત્રી ગણપતસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, નાયબ માહિતી નિયામક જીગર ખુંટ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App