🔥 TRENDING Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive... Divya Dutta Says Senior Actors Helped... RPF Recovers 29 Kilograms of Ganja Fro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

108 બની જીવન રક્ષક - ચાલતી એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોનો જન્મ, મહીસાગરની DITVAS ટીમને સલામ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 22 Sep 2026, 05:42 AM 👁 183
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

108 બની જીવન રક્ષક - ચાલતી એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોનો જન્મ, મહીસાગરની DITVAS ટીમને સલામ

નમસ્કાર...

મહીસાગર જિલ્લાના ડીટવાસથી એક દિલને સ્પર્શી જાય તેવી ઘટના સામે આવી છે.

જ્યાં એકસો આઠની ટીમ માત્ર એમ્બ્યુલન્સ સર્વિસ નહીં, પણ જીવનદાતા બનીને સામે આવી છે.

21 સપ્ટેમ્બર, 2026... સવારના 9 વાગીને 26 મિનિટનો સમય...

CHC ડીટવાસથી એક સગર્ભા બહેનને SSG હોસ્પિટલ વડોદરા રીફર કરવામાં આવી રહ્યા હતા. અચાનક રસ્તામાં જ તેમને પ્રસુતિનો અસહ્ય દુખાવો ઉપડ્યો.

108 ની ટીમે તાત્કાલિક તપાસ કરી, ફાઈલ જોઈ તો ખબર પડી... માતાના ગર્ભમાં એક નહીં, પણ બે બાળકો હતા....



આવા કપરા સમયે હિંમત અને સમયસૂચકતા દાખવી ડીટવાસ 108 ના EMT સુધાબેન ઠાકોર અને પાયલોટ દિગ્વેશભાઈ પટેલે એક મોટો નિર્ણય લીધો... એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાનો. પ્રસુતિ દરમ્યાન પરિસ્થિતિ વધુ નાજુક એટલા માટે હતી કે બંને બાળકોના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવાથી....


ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર રુચિ મેડમની ઓન-કોલ સલાહ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટ્રેનિંગને આધારે, તેમણે માતાની સુરક્ષિત પ્રસુતિ કરાવી.

અને પછી... ખુશીના સમાચાર આવ્યા. માતાએ બે સ્વસ્થ પુત્રોને જન્મ આપ્યો.

હાલ માતા અને બંને નવજાત બાળકોને સરકારી જનરલ હોસ્પિટલ, લુણાવાડા ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની તબિયત એકદમ સ્વસ્થ છે.

પરિવારજનોએ ભાવુક થઈને EMT સુધાબેન ઠાકોર અને પાયલોટ દિગ્વેશભાઈ પટેલ તેમજ સમગ્ર 108 સેવાનો આભાર વ્યક્ત કર્યો છે.

ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકાર કરતી દિતવાસ 108 ની આ ટીમને... ખરેખર સો સો સલામ.
📲Get App