🔥 TRENDING कोलकाता जोगबनी एक्सप्रेस में यात्री के... 16-मयेम विधानसभा क्षेत्र में नए और छूट... सुमेरपुर के बाबा गांव में घायल नीलगाय... ભરૂચના ઝઘડિયા ખાતે બાબા ગોર સ્થળે ચશ્મ... हजारीबाग: फ्लाईओवर निर्माण के विरोध मे... Cm Omar Abdullah-led attended s 57th G...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
108 એમ્બ્યુલન્સ કર્મચારીઓ એ બચવ્યો સર્પ ડંશ ના દર્દી નો જીવ
National

108 એમ્બ્યુલન્સ કર્મચારીઓ એ બચવ્યો સર્પ ડંશ ના દર્દી નો જીવ

✍️ Reporter: Husain Dhoki 🗓 08 Oct 2026, 08:05 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લાના સામતેર ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પોતાની કર્તવ્યનિષ્ઠા અને સમયસરની સારવારથી સર્પદંશના દર્દીને નવજીવન આપવાનું સરાહનીય કાર્ય કર્યું છે

આ અંગે જિલ્લાના ૧૦૮ના અધિકારી શ્રી વિશ્રુત જોષીએ જણાવ્યું હતું કે, સાનાવાકિયા ગામમાંથી સર્પદંશના દર્દી અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો. કોલ મળતા જ સામતેર ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

ઘટના સ્થળે પહોંચીને જોયું તો આશરે ૪૫ વર્ષીય દર્દીને સર્પે દંશ માર્યો હતો. દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને ધબકારા પણ ધીમા થઈ રહ્યાં હતાં

આવી પરિસ્થિતિની ગંભીરતા સમજીને ૧૦૮ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. શ્રી રસીલાબા ગોહિલ અને પાયલોટ શ્રી અજયભાઈ ચુડાસમાએ તાત્કાલિક CPR BVM ઓક્સિજન તેમજ જરૂરી દવાઓ અને એન્ટી સ્નેક વેનમની સારવાર શરૂ કરી હતી. ત્યારબાદ દર્દીને તાત્કાલિક ઉના ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં

૧૦૮ ટીમની સમયસરની કામગીરી અને તાત્કાલિક સારવારના પરિણામે દર્દીને ગંભીર હાલતમાં પણ હોસ્પિટલ પહોંચાડવામાં ૧૦૮ ની ટીમ સફળ રહી હતી.

દર્દીના સગા-સંબંધીઓએ કટોકટીભરી પરિસ્થિતિમાં સમયસર સારવાર આપીને દર્દીનો જીવ બચાવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાને બિરદાવી આ સેવા અમારા માટે આશીર્વાદરૂપ બની છે તેમ જણાવ્યું હતું
📲Get App