🔥 ट्रेंडिंग विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દિયોદર નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે 108 દીવાની ભવ્ય મહા આરતી કરી

દિયોદર નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે 108 દીવાની ભવ્ય મહા આરતી કરી

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 25 अग. 2026, 12:26 PM 👁 40
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું દિયોદર

દિયોદર નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે 108 દીવાની ભવ્ય મહા આરતી કરી

હજારો ભક્તો ઉમટ્યા — ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું દિયોદર

દિયોદર : પવિત્ર શ્રાવણ માસના સોમવારે દિયોદરના પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે 108 દીવાની ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શેષનાગની પ્રતિકૃતિ સાથે 108 દીવાઓથી કરવામાં આવેલી મહા આરતીના દિવ્ય અને અદભૂત દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. આ દિવ્ય પ્રસંગે દિયોદર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મહિલા ભક્તો સહિત હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભગવાન નીલકંઠ મહાદેવના દર્શન અને મહા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

મંદિરના પૂજારી અરવિંદગીરી ગૌસ્વામી, વિક્રમગીરી ગૌસ્વામી અને પારસગીરી ગૌસ્વામી દ્વારા મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિરના પૂજારી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી દ્વારા ભગવાન નીલકંઠ મહાદેવની આરતી ઉતારવામાં આવી હતી.

આ પ્રસંગે દિયોદરના રાજવી દિલીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન નીલકંઠ મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ ભક્તિભાવપૂર્વક મહાદેવના દર્શન કરી પવિત્ર શ્રાવણ સોમવારની ઉજવણી કરી હતી. મહા આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
📲Get App