🔥 TRENDING नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... Nara Lokesh Highlights Movement from M... AP ICET 2026 2nd Counselling: Self‑Joi...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાણપુરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ધરપકડ, 10,150 રૂપિયા અને 52 ગંજીપાનાના પત્તા કબજે
Local

રાણપુરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ધરપકડ, 10,150 રૂપિયા અને 52 ગંજીપાનાના પત્તા કબજે

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 18 Sep 2026, 04:52 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાણપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અણિયાળી કરમાતી ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા પાંચ શખ્સોને ધરપકડ કરી, રૂ.10,150/- રોકડ અને 52 ગંજીપાનાના પત્તા કબજે કર્યા.

રાણપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અણિયાળી કરમાતી ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા પાંચ શખ્સોને ધરપકડ કરવામાં આવી. પોલીસની પેટ્રોલિંગ દરમિયાન આ સ્થળ પર હારજીતનો જુગાર રમાતો હોવાની જાણકારી મળતાં દરોડો પાડ્યો હતો.

સ્થળ પરથી ગોળ કુંડાળું વાળી ગંજીપાનાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. તેમની પાસેથી જુગારની રોકડ રકમ રૂ.10,150/- અને ગંજીપાનાના 52 પત્તા, કિંમત રૂ.300/- સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સો સામે જુગારધારા-12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ. એ. પટેલની સૂચના મુજબ કરવામાં આવી હતી. પોલીસ ટીમમાં ASI દશરથભાઈ રણછોડભાઈ, HC ઘનશ્યામસિંહ જસવંતસિંહ, HC બાબાભાઈ વશરામભાઈ, HC હરેશવિસિંહ ધનશ્યામસિંહ અને HC મહાવીરસિંહ રઘુવીરસિંહ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

ઝડપાયેલા શખ્સોના નામઃ 1 દિનેશભાઈ જેસિંગભાઈ બોલીયા 2 પ્રકાશભાઈ ગોપરભાઈ ધરજીયા 3 વિજયભાઈ ઠાકરસીભાઈ ધરજીયા 4 શંકરભાઈ વાલજીભાઈ ભરાડીયા 5 દિનેશભાઈ મેરામભાઈ ધરજીયા.
📲Get App