🔥 TRENDING कलेक्टर रुचिका चौहान का रानीपुरा बस्ती... 40 கி.மீ. காரின் மேற்கூரையில் தொங்கியப... બગસરા: નાના મુંજીયાસરથી રફાળા સુધીના ર... Madonna's Daughter Experiences Wardrob... Dia Mirza urges parents to teach boys... Ancient Song Survives 3,400 Years: A R...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાર્લે પોઈન્ટની બાર્બેક્યુ નેશનમાં સડેલા બટાકા અને દુર્ગંધ મારતા મશરૂમ પીરસાયા, ફૂડ વિભાગે 10,000 દંડ ફટકાર્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 09:24 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાર્લે પોઈન્ટ સ્થિત બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને સડેલા બટાકા અને દુર્ગંધ મારતા મશરૂમ પીરસવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. ફૂડ વિભાગે કાર્યવાહી કરી રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને સડેલા બટાકા અને દુર્ગંધ મારતા મશરૂમ પીરસવામાં આવતા તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પાલિકાના ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી વાનગીઓમાંથી તીવ્ર દુર્ગંધ આવતા ગ્રાહકોએ તપાસ કરતા બટાકા સડેલી હાલતમાં જણાયા હતા અને મશરૂમમાંથી પણ દુર્ગંધ આવી રહી હતી. સ્ટોરેજમાં રાખેલા બટાકા પણ સડેલા જણાતા ગ્રાહકોએ રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાહકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો, જેમાં સડેલા બટાકા અને વાસી મશરૂમ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ગ્રાહકો દ્વારા વીડિયો ઉતારવામાં આવતા રેસ્ટોરન્ટનો સ્ટાફ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફૂડ વિભાગે આ મામલે ગંભીર નોંધ લીધી હતી. ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને વાનગીઓના નમૂના લેવામાં આવ્યા હતા. ગુણવત્તામાં ક્ષતિ જણાતા વેજ સ્ટાર્ટર સહિત કુલ 2 નમૂના લેવાયા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા ગુણવત્તામાં ક્ષતિ અને ગ્રાહકોની ફરિયાદને પગલે બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટ પર 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના બાદ ફૂડ સેફ્ટી અને ગુણવત્તાના ધોરણો પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે.
📲Get App