🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત નવી સિવિલ હોસ્પિટલે સર્જ્યો ઇતિહાસ: શ્રાવણ માસના સોમવારે 100મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન, ત્રણ લોકોને મળ્યું નવજીવન
Health

સુરત નવી સિવિલ હોસ્પિટલે સર્જ્યો ઇતિહાસ: શ્રાવણ માસના સોમવારે 100મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન, ત્રણ લોકોને મળ્યું નવજીવન

✍️ Reporter: Dhaval Maheta 🗓 07 Sep 2026, 01:44 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલે શ્રાવણ મહિનાના સોમવારે 100મું કેડેવર અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. નવસારીના બ્રેઈનડેડ ખેતમજૂર ભલાભાઈ હળપતિના પરિવારે અંગદાન કરી ત્રણ દર્દીઓને નવજીવન આપ્યું છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે એક અનોખી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે હોસ્પિટલ ખાતે 100મું કેડેવર અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. આ ઐતિહાસિક અંગદાન થકી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે.

નવસારી જિલ્લાના અંબાડા ગામના વતની અને ખેતમજૂરી કરતા 56 વર્ષીય ભલાભાઈ છગનભાઈ હળપતિના પરિવારે પોતાના સ્વજન ગુમાવવાના ભારે આઘાત વચ્ચે પણ એક અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો હતો. બ્રેઈનડેડ જાહેર કરાયેલા ભલાભાઈના પરિવારે માનવતાની ઉત્તમ મિસાલ કાયમ કરી અંગદાન માટે સંમતિ આપી હતી.

ભલાભાઈના પરિવારના આ નિર્ણય બાદ તેમના શરીરમાંથી મેળવવામાં આવેલી 2 કિડની અને 1 લિવર જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. આ અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને નવું જીવન બક્ષવામાં આવ્યું છે.

આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત સિવિલ હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે દાતા ભલાભાઈના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના પાઠવીને આ ભગીરથ કાર્ય માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App