🔥 TRENDING Teachers' viral song steals show at Ap... Meghalaya Files Appeal Against Arms Ac... सूरौठ में आंगनबाड़ी कार्यकर्ताओं को रॉ... 19 acres of illegal poppy plants eradi... Karnataka government approves Rs 2,000... Tripura to Expand Healthcare Facilitie...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સાબરકાંઠાના પોશીના વલસાડી ગામમાં વરિયાળી પાકની વૈજ્ઞાનિક ખેતી માટે 100 ખેડૂતોએ ભાગ લીધેલ તાલીમ શિબિર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Nov 2026, 01:38 AM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પોશીના વલસાડી ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા અને બીજ મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણના સંયુક્ત ઉપક્રમે 100 કરતાં વધુ ખેડૂતોએ વરિયાળી પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે તાલીમ શિબિરમાં ભાગ લીધો..

સાબરકાંઠાના-:
પોશીના તાલુકાના વલસાડી ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા અને બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણના સંયુક્ત ઉપક્રમે મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર અંતર્ગત વરિયાળી પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે 100 જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધેલ તાલીમ શિબિરનું આયોજન કર્યું.કાર્યક્રમમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉકટર પી એસ પટેલ અધ્યક્ષસ્થાને અને સહ-વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉકટર જી આર પટેલની ઉપસ્થિતિ રહી..

અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં ડૉકટર પી એસ પટેલે પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ અને જીવામૃત,બીજામૃત,નીમાસ્ત્ર જેવા પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વરિયાળી સહિત વિવિધ પાકોમાં રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઘટાડી ખેતી ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા પર ભાર મૂક્યો.બીજ મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણના વૈજ્ઞાનિક ડૉકટર પી જે પટેલે જીરું, ધાણા, મેથી, અજમો, વરિયાળી અને સુવા જેવી બીજ મસાલા પાકોની નવીન જાતો, વાવણી પદ્ધતિ, સંતુલિત પોષણ વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું, ખાસ કરીને વરિયાળી પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ પર વિગતવાર જાણકારી આપી..

ખેડૂતોએ જમીનની પસંદગી અને તૈયારી, યોગ્ય વાવણી સમય, વાવણી અંતર, સંકલિત પોષણ વ્યવસ્થાપન, ટપક સિંચાઈ, મધિયા રોગ-જીવાતનું નિયંત્રણ, મધમાખીઓના ફાયદા અને કાપણી બાદની વ્યવસ્થાપન જેવા મુખ્ય મુદ્દાઓ પર પ્રાયોગિક માર્ગદર્શન મેળવ્યું.કાર્યક્રમમાં ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર જે જે મિસ્ત્રી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ખેડૂત તેજાભાઈ બુંબડિયાના ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતીની સફળતા દર્શાવી.
📲Get App