સહકારથી સ્વરોજગાર: અમર ડેરીમાં 100થી વધુ મહિલાઓ માટે એક્સપોઝર વિઝિટ યોજાઈ - પશુપાલનથી સમૃદ્ધિનો માર્ગ મોકળો

અમરેલી, તા. ૦૫ ઓક્ટોબર
ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા ‘સહકારથી સ્વરોજગાર’ અભિયાન અંતર્ગત લીલીયા ક્રિષ્ના ક્રેડિટ સહકારી સોસાયટી સાથે જોડાયેલી 100થી વધુ બહેનો માટે અમર ડેરી ખાતે એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિઝિટ દરમિયાન બહેનોને પશુપાલનના વ્યવસાય દ્વારા વધુ આવક અને રોજગારી કેવી રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમર ડેરીની કાર્યપદ્ધતિ, દૂધ મંડળીનું સંચાલન અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘના પ્રમુખ શ્રી જયંતીભાઈ પાનસુરીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. મીનાક્ષીબેન બારીયા, અમર ડેરીના વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણી, જનરલ મેનેજર શ્રી ધાર્મિકભાઈ રામાણી તેમજ લીલીયા ક્રિષ્ના ક્રેડિટ સોસાયટીના શ્રી નીતિનભાઈ ત્રિવેદી સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સ્ટાફ ગણ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.