🔥 TRENDING शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,... Char Dham Yatra Resumes in Uttarakhand... Uttarakhand Launches 2026 STI Policy,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં હોસ્ટેલ મેસના ખોરાકથી 100 વિદ્યાર્થીઓની તબિયત લથડી, સંસ્થાએ કર્યો બચાવ
Education

સુરતમાં હોસ્ટેલ મેસના ખોરાકથી 100 વિદ્યાર્થીઓની તબિયત લથડી, સંસ્થાએ કર્યો બચાવ

✍️ Reporter: Dhaval Maheta 🗓 13 Sep 2026, 06:20 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં રહેતા 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સંસ્થાએ હોસ્ટેલના ભોજનને બદલે બહારના ખોરાકને કારણ આપ્યો છે.

સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર થતાં સંસ્થામાં દોડધામ મચી ગઈ હતી. શનિવારે રાત્રે હોસ્ટેલની મેસમાં પનીરનું શાક, રોટલી અને ફ્રાય રાઈસ ખાધા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી હતી. આ ઘટના બાદ સંસ્થાની 6 જેટલી બસોમાં વિદ્યાર્થીઓને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીઓના વાલીઓ સંસ્થા પર દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં મળેલી પ્રાથમિક સારવાર બાદ મોટાભાગના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે, જ્યારે પાંચ વિદ્યાર્થીઓની હજુ પણ સારવાર ચાલુ છે.

સંસ્થા દ્વારા 100 વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો સ્વીકાર કરાયો છે. જોકે, સંસ્થાએ હોસ્ટેલના ભોજનને કારણ આપતાં ટાળ્યું છે. સંસ્થાના પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે વિદ્યાર્થીઓની તબિયત લથડવાનું કારણ હોસ્ટેલનું ભોજન નથી, પરંતુ ગણપતિના પ્રસાદ કે બહારના અન્ય ખોરાકના સેવનને કારણે હોઈ શકે છે.
📲Get App