🔥 TRENDING Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પાટણમાં :લાયસન્સ વિના ચાલતા ડેરી એકમમાંથી 10 હજાર લીટર છાશનો નાશ,FSSAI લાયસન્સ સસ્પેન્ડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 11:16 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાયસન્સ વિના ચાલતા ડેરી એકમમાંથી 10 હજાર લીટર છાશનો નાશ કરવામાં આવ્યો છે.આ સાથે અન્ય એક ડેરી એકમનું FSSAI લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે..

પાટણમાં-:
ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે.પાટણ નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન એક ડેરી એકમ કે જે લાયસન્સ વિના કાર્યરત હતું,તેમાંથી આશરે 10 હજાર લીટર છાશનો નાશ કરવામાં આવ્યો છે..

આ કાર્યવાહી દરમિયાન અન્ય એક ડેરી એકમ કે જેની સામે ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદો હતી, તેનું FSSAI લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ પગલાંથી ખાદ્ય ચીજોના ઉત્પાદન અને વેચાણમાં નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.નગરપાલિકા અને FDCAની આ સંયુક્ત તપાસ ખાદ્ય સુરક્ષાના ધોરણો જાળવવા અને ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આવા કાયદેસરના પગલાં દ્વારા બજારમાં મળતી ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સલામતી જાળવવામાં મદદ મળે છે.
📲Get App