🔥 ट्रेंडिंग दतिया: जौरी ग्राम पंचायत में युवा सरपं... एनआईआईआईके ने हनी सिंह की नई शैली के ल... भारतीय गायक टाबा चाके ने शुरू किया यूर... पूर्व सांसद के परिवार के छह सदस्य एक घ... झारखंड में सामान्य मानसून, पर असाधारण... झारखंड के ‘प्रिंस’ शिखर मोहन का इरानी...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાજકોટ: રૈયા ગામમાંથી 10 અને 8 વર્ષના બે સગીર ભાઈ લાપતા, અપહરણની આશંકા

✍️ रिपोर्टर: Sagar Bhanderi 🗓 02 अक्टू. 2026, 02:04 AM 👁 14
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેરના રૈયા ગામમાંથી 10 વર્ષનો સુરેશ અને 8 વર્ષનો દેવરાજ નામના બે સગીર ભાઈ ગુમ થયા છે. બંને બાળકો બકરીના બચ્ચા સાથે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા તેમના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના રૈયા ગામમાં રહેતા 10 વર્ષનો સુરેશ અને 8 વર્ષનો દેવરાજ નામના બે સગીર ભાઈ લાપતા થયા છે. આ બંને બાળકો બકરીના બચ્ચા સાથે ઘરેથી નીકળ્યા હતા અને પરત ન ફરતા તેમના પિતાએ તેમની શોધખોળ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, બંને બાળકોના માતાનું અવસાન થયું છે અને તેમના પિતા શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પિતાએ એવી શંકા વ્યક્ત કરી છે કે બાળકો માતાજીના પાઠમાંથી પૈસા લઈને ગયા હોઈ શકે છે.

આ બનાવ અંગે તેમના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ યુનિવર્સિટી પોલીસે બંને બાળકોના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાળકોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે
📲Get App