🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાસડોલમાં 10 વર્ષ કેદ, 31,000 રૂપિયાનો દંડ – અજયભાઈ પર બળાત્કારનો આરોપ
Crime

વાસડોલમાં 10 વર્ષ કેદ, 31,000 રૂપિયાનો દંડ – અજયભાઈ પર બળાત્કારનો આરોપ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 09 Sep 2026, 08:32 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇડર સ્પેશિયલ પોકસો કોર્ટમાં અજયભાઈ સ.ઓ. જગદીશભાઈ વીરમાભાઈ વાઘરીને 10 વર્ષ સખત કેદ અને 31,000 રૂપિયાનો દંડ, તેમજ 1,00,000 રૂપિયાનો વળતર આપવામાં આવ્યો.

ઇડર સ્પેશિયલ પોકસો કોર્ટમાં અજયભાઈ સ.ઓ. જગદીશભાઈ વીરમાભાઈ વાઘરીને 10 વર્ષ સખત કેદ, 31,000 રૂપિયાનો દંડ અને 1,00,000 રૂપિયાનો વળતર આપવામાં આવ્યો.

20 ફેબ્રુઆરી 2025 ના રોજ, સવારના 6 વાગ્યાની આસપાસ, વાસડોલ ગામની ગોવીદપુરા પ્રાથમિક શાળામાં, 11 વર્ષ, 6 મહિના અને 7 દિવસની દીકરીને શાળાના કમ્પાઉન્ડમાંથી બળજબરીથી મુતરડીમાં લઈ જઇ, તેના કપડા ઉતારી અને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો.

ફરિયાદી શ્રી સરકાર દ્વારા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી, તપાસ પોલીસ અધિકારી પી.જી. રાઠોડ દ્વારા કરવામાં આવી અને ચાર્જશીટ નામ.એડી.સેશન્સ કોર્ટ, ઇડર ખાતે દાખલ કરવામાં આવી. આરોપી અજયભાઈને સા. વીશાલભાઈ અને રસીકભાઈ દ્વારા પકડવામાં આવ્યો.

અપીલ પ્રોસીક્યુટર પી.જે. સોનીએ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની કલમ 1860, 137(2), 65(2), 62, 115(1) અને પોકસો એક્ટ 2012 ની કલમ 8 અને 18 નો ઉલ્લેખ કરીને દલીલ કરી, જેના આધારે જજ એમ.વાય.રાધાનપુરવાલાએ સજા અને દંડનો હુકમ આપ્યો.
📲Get App