🔥 TRENDING Firecracker Warehouse Explosion: 2 Peo... नाचना: नाचना बस स्टैंड के पीछे लगा ट्र... सरकारी अस्पताल के बाहर से बाइक चोरी, C... रीवा में मिला अज्ञात युवक का शव, पुलिस... ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચ... દાંતીસણા ગામે આંગણ મિલન કાર્યક્રમ યોજ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતના 10 લાખથી વધુ કાપડ શ્રમિકોને મળશે સાપ્તાહિક રજા: તંત્રએ પરિપત્ર કર્યો જાહેર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 05:38 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં છેલ્લા 4 વર્ષથી માંગણી કરાયેલી સાપ્તાહિક રજાની માંગ આખરે પૂરી થઈ છે. સુરત જિલ્લા કલેક્ટર અને નાયબ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે, જેનાથી શ્રમિકોમાં ખુશીનો માહોલ છે.

સુરત શહેરમાં એમ્બ્રોઇડરી સહિતના અલગ-અલગ યુનિટમાં કામ કરતા 10 લાખથી વધુ શ્રમિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 4 વર્ષથી જે માંગણી કરવામાં આવી રહી હતી, તે આખરે પૂરી થઈ છે અને હવે તેમને સાપ્તાહિક રજા અચૂક મળશે. સુરત જિલ્લા કલેક્ટર અને નાયબ શ્રમ આયુક્તની કચેરી તરફથી આ અંગેનો એક સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સાપ્તાહિક રજા અને હકના વેતન સહિતની અન્ય માંગોને લઈ આ પરિપત્ર જાહેર થતાં શ્રમિક વર્ગમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પોતાની પડતર માંગણીઓ અને શોષણને લઈને 1 ઓક્ટોબરના રોજ શ્રમિકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ ધરણાં પ્રદર્શન કરવામાં આવનાર હતું. પરંતુ, આ આંદોલન ઉગ્ર બને તેના બરાબર 1 દિવસ પહેલા જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.

નાયબ આયુક્તની કચેરીમાંથી સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબ વર્ક એસોસિએશન (TEJAS) ને તાત્કાલિક અસરથી આ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે, જેમાં શ્રમિકોને સાપ્તાહિક રજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો શ્રમિકોને મોટી રાહત મળી છે.
📲Get App