🔥 TRENDING विश्व रेबीज़ दिवस पर भोपाल में जागरूकत... हाडहा में नेटवर्क नहीं आता है ಗಣೇಶ Linkin Park Documentary 'Unshatter' Se... उत्तर प्रदेश कर्फ्यू, दंगे और उपद्रव स... सूरत-आजमगढ़ ट्रेन में दो युवक सिगरेट प...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Sep 2026, 08:00 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં આજે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના પહેલા માળે આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની અંદાજે 10 જેટલી ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગના કારણે માર્કેટમાં હાજર વેપારીઓ અને ખરીદી કરવા આવેલા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

આગની ઘટનામાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાતા લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હજુ ચાલુ છે.
📲Get App