🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં જમીન દલાલ હત્યા કેસ: 10 લાખની સોપારી આપનાર મુખ્ય આરોપી મુબારક પટેલ કોર્ટમાં હાજર

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 10:08 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગત 31 ઓગસ્ટની રાત્રે સુરતના વેડરોડ છેડે થયેલી જમીન દલાલ ફૈઝલ ફત્તાની હત્યાના મુખ્ય સૂત્રધાર, મુબારક પટેલે પોલીસને ત્રણ અઠવાડિયા સુધી ચકમો આપ્યા બાદ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે. તેણે હત્યારાઓને 10 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું સામે આવ્યું છે.

સુરતના વેડરોડ છેડે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે ગત 31 ઓગસ્ટની રાત્રે થયેલી જમીન દલાલ ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ હત્યા માટે ભાડૂતી હત્યારાઓને 10 લાખ રૂપિયાની સોપારી આપનાર મુખ્ય આરોપી મુબારક પટેલ 3 અઠવાડિયા સુધી પોલીસને ચકમો આપ્યા બાદ નાટ્યાત્મક રીતે કોર્ટમાં હાજર થઈ ગયો છે. ગણેશ વિસર્જનના બંદોબસ્તને પગલે સમગ્ર શહેરની પોલીસની ભારે દોડધામ ચાલી રહી હતી, તે જ તકનો લાભ ઉઠાવીને મુબારકે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી હતી.

ગત 31 ઓગસ્ટ, સોમવારની રાત્રે રાંદેર વિસ્તારમાં આવેલા તાડવાડી કોઝ-વે રોડ પર અલ નુર રેસિડેન્સીમાં રહેતા જમીન દલાલ ફૈઝલ ફત્તા પર મોડી રાત્રે ઘાતકી હુમલો થયો હતો. રાત્રે 9 વાગ્યાના સુમારે તેઓ મોપેડ પર ચોકબજારથી ચંદ્રશેખર આઝાદ બ્રિજ ચઢીને અડાજણ પાટિયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક આરોપીઓએ તેમને રસ્તામાં આંતરી લીધા હતા. ત્યારબાદ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે ફૈઝલના શરીર પર ઉપરાછાપરી 18થી 20 જેટલા જીવલેણ ઘા ઝીંકીને તેમની કરપીણ હત્યા કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા પાછળ જમીન સંબંધિત કોઈ જૂની અદાવત હોઈ શકે છે. મુખ્ય આરોપી મુબારક પટેલે ફૈઝલ ફત્તાની હત્યા કરવા માટે ભાડૂતી હત્યારાઓને 10 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ મુબારક પટેલને ઝડપી પાડવા માટે છેલ્લા ત્રણ અઠવાડિયાથી સઘન પ્રયાસો કરી રહી હતી, પરંતુ તે પોલીસની પકડથી દૂર હતો. આખરે, તેણે જાતે જ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લેતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
📲Get App