🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી તપાસણીમાં ક્ષતિ: શિક્ષકો પાસેથી દંડ વસૂલાશે

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 10:12 AM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાઓની ઉત્તરવહી તપાસણીમાં ગંભીર ક્ષતિઓ દાખવનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત DEO કચેરી દ્વારા બેદરકાર શિક્ષકો પાસેથી દંડની રકમ વસૂલવાની નોટિસ ફટકારવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-2026 માં લેવાયેલી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની બોર્ડ પરીક્ષાઓની ઉત્તરવહી તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ દાખવનાર શિક્ષકો સામે શિક્ષણ બોર્ડે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ શિક્ષકો પાસેથી દંડની રકમ વસૂલવાના આદેશ આપવામાં આવ્યા છે.

ગાંધીનગર સ્થિત શિક્ષણ બોર્ડના ચેકિંગમાં સ્પષ્ટ થયું છે કે મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી દરમિયાન પરીક્ષકો, વેરીફાયર્સ, મોડરેટર્સ અને કો-ઓર્ડિનેટર્સ દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં ગુણ મૂકવામાં અને સરવાળા કરવામાં ગંભીર ભૂલો કરવામાં આવી હતી. આ બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર થવાની શક્યતા રહે છે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન આ ક્ષતિઓને ગંભીરતાથી લઈને બોર્ડે દંડકીય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ આદેશના પગલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી તપાસણીમાં ભૂલ કરનાર તમામ શિક્ષકો પાસેથી દંડની રકમ SBI ચલણ મારફતે વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તમામ સંબંધિત શાળાઓના આચાર્યોને આ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે.
📲Get App