🔥 ट्रेंडिंग बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: બાયપાસ વિસ્તારની 10થી વધુ હોટલોમાં ચેકિંગ, એક હોટલ સીલ
स्थानीय

ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: બાયપાસ વિસ્તારની 10થી વધુ હોટલોમાં ચેકિંગ, એક હોટલ સીલ

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 22 अग. 2026, 03:00 PM 👁 44
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નગરપાલિકા અને પોલીસ તંત્ર સાથે મળીને બાયપાસ વિસ્તારની હોટલોમાં સપાટો બોલાવ્યો છે.

ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં આવેલી 10થી વધુ હોટલોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ફૂડ વિભાગની ટીમની સાથે નગરપાલિકાની ટીમ, ફાયર ઇન્સ્પેક્ટર અને ડેપ્યુટી એસપી પણ જોડાયા હતા.

તપાસ દરમિયાન બાયપાસ ચોકડી પાસે આવેલી 'એસ.એન. તવા ફ્રાય' (S N TAWA FRY) નામની હોટલના રસોડામાં ભારે ગંદકી જોવા મળી હતી. સ્વચ્છતાના અભાવે તંત્ર દ્વારા આ હોટલને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકારના સરપ્રાઈઝ ચેકિંગથી હોટલ અને લારી-ગલ્લાના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નિયમિતપણે કરવામાં આવતી આવી કાર્યવાહીથી વેપારીઓ સ્વચ્છતા જાળવવા પ્રેરાશે અને ગ્રાહકોને તાજું તેમજ શુદ્ધ ખાવાનું મળી રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
📲Get App