🔥 TRENDING मालाखेड़ा में रानीखेत ट्रेन के ठहराव क... સાબરકાંઠામાં DGP કપ એથ્લેટિક્સ અને સાય... ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... Supreme Court Declines to Intervene in... Chhattisgarh CM Visits Flood‑Hit Sukma... Heavy Rains in Chhattisgarh Leave 8 De...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ: બપોરે 1થી રાત્રે 9 સુધી દર્શન બંધ

✍️ Reporter: Rajesh vanjara 🗓 28 Sep 2026, 04:18 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા બાદ આજે મંદિર પરિસરમાં શુદ્ધિકરણ અને પ્રક્ષાલન વિધિનું આયોજન કરાયું છે. આ વિધિને કારણે મંદિર બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો માટે બંધ રહેશે.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા બાદ હવે મંદિર પરિસરમાં શુદ્ધિકરણ અને પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અંબાજી મંદિર ભક્તો માટે બંધ રહેશે. આ દરમિયાન મંદિરની નિયમિત ધાર્મિક વિધિઓ ઉપરાંત વિશેષ સાફ-સફાઈ કરવામાં આવશે.

પ્રક્ષાલન વિધિ દરમિયાન માતાજીના આભૂષણો, સવારી તેમજ અન્ય ધાર્મિક વસ્તુઓની સાફ-સફાઈ કરવામાં આવશે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં આ વિશેષ વિધિ પરંપરા મુજબ કરવામાં આવે છે.

મંદિર બંધ હોવાથી બપોર બાદ ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. રાત્રે 9 વાગ્યે આરતી કરવામાં આવશે, ત્યારબાદ મંદિર ફરીથી ભક્તો માટે ખુલ્લું કરવામાં આવશે. આ પ્રક્ષાલન વિધિમાં અમદાવાદનો સોની પરિવાર પણ ખાસ જોડાયો હોવાનું જણાવાયું છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ સહિત અન્ય સેવકો અને ધાર્મિક લોકો પણ આ પવિત્ર કાર્યમાં ભાગ લેશે.

પ્રક્ષાલન અને શુદ્ધિકરણની વિધિ પૂર્ણ થયા બાદ મંદિર આવતીકાલથી રાબેતા મુજબ પોતાના નિર્ધારિત સમયે ખુલશે અને ભક્તો માતાજીના દર્શન કરી શકશે.
📲Get App