🔥 TRENDING Himachal Pradesh University Teachers C... Uttarakhand Sees 798 Tonne Waste Colle... Snowfall Hits Kinnaur and Rohtang Pass... Uttarakhand NEET Admissions Scrutinize... Delhi Minister Slaps Bail‑Granted Man... Supreme Court Takes Sui‑Motu Action on...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નિગાળા-1 હત્યા અને અપહરણના ગુનામાં આરોપી કાજલબેનને નિયમિત જામીન મંજૂર

નિગાળા-1 હત્યા અને અપહરણના ગુનામાં આરોપી કાજલબેનને નિયમિત જામીન મંજૂર

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Aug 2026, 02:44 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા ના વકીલ ની જોરદાર દલીલ

નિગાળા-1 હત્યા અને અપહરણના ગુનામાં આરોપી કાજલબેનને નિયમિત જામીન મંજૂર

રાજુલા તાલુકાના નિગાળા-1 ગામે જીતુબેન ઉપર અર્ટિકા કાર ચલાવી તેમનું મોત નિપજાવી હત્યા કરવામાં આવી હોવાના તેમજ ફરિયાદી ભાવેશભાઈનું અપહરણ કરી તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપો અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ બનાવ અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. નં. 11193045260143/2026થી હત્યા, અપહરણ અને મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ યોગેશ બાબુભાઈ મકવાણા સહિત કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનામાં આરોપી કાજલબેન બટુકભાઈ મકવાણાની રેગ્યુલર જામીન અરજી રાજુલા સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. માનનીય સેશન્સ જજ સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી કાજલબેન બટુકભાઈ મકવાણીને રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે.

આરોપી તરફે રાજુલાના સિનિયર એડવોકેટ કે. બી. કામળીયા તથા એડવોકેટ વી. બી. ભીલ રોકાયા હતા.
📲Get App