🔥 ट्रेंडिंग पूर्व आईएएस अधिकारी दिव्या मित्तल ने र... अशोक मित्तल ने जालंधर एलपीयू हिंसा को... बिहार विश्वविद्यालय 10.3 लाख छात्रों क... संजय राउत ने थाने में शिवसेना नेता की... फद्नाविस ने महाराष्ट्र को वैश्विक नवाच... महाराष्ट्र के गवर्नर ने सतत विकास हेतु...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં 1 ઓક્ટોબરે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 30 सित. 2026, 08:15 PM 👁 13
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં 1 ઓક્ટોબરે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન

કુમાર શાળા નં. ૧ ખાતે સરકારી વિવિધ સેવાઓનો લાભ એક જ સ્થળે મળશે

રાજુલા: રાજુલા નગરપાલિકા દ્વારા રાજુલા શહેરમાં તા. 1 ઓક્ટોબર, 2026ના ગુરુવારે “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રી કુમાર શાળા નં. 1, રાજુલા ખાતે સવારે 9:30 કલાકે યોજાશે.

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ ઓ. સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ રાજુલા નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આધારકાર્ડ સંબંધિત સેવાઓ (અપડેટ/સુધારા), રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ સહાય યોજનાઓ, જાતિ-આવક-રહેઠાણ પ્રમાણપત્ર, આયુષ્માન ભારત કાર્ડ, મકાન યોજનાઓ (પ્રધાનમંત્રી આવાસ), શિક્ષણ સહાય યોજનાઓ, ખેડૂત સહાય યોજનાઓ, વીજ કનેક્શન/બિલ/સહાય તેમજ અન્ય જરૂરી શાસકીય સેવાઓ અંગે કામગીરી અને માર્ગદર્શન આપવામાં આવશે.

રાજુલા નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને એક જ સ્થળે વિવિધ શાસકીય સેવાઓનો લાભ લેવા માટે સેવા સેતુ કાર્યક્રમમાં સહર્ષ ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
📲Get App