🔥 TRENDING Tajikistan Says UNSC Seat Bid Not Abou... Priyanka Gandhi Renews Demand for CEC’... Virat Kohli's Masterclass Leads India... Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લાંબા સમયથી પડતર માંગણીઓ: 1 ઓક્ટોબરે 20 હજારથી વધુ શ્રમિકો કલેક્ટર કચેરી ખાતે કરશે ધરણા

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:45 PM 👁 15
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વર્ષોથી પડતર રહેલી માંગણીઓને લઈને હવે શ્રમિકો લડી લેવાના મૂડમાં છે. આગામી 1 ઓક્ટોબરના રોજ 20 હજારથી વધુ શ્રમિકો કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરશે.

લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને લઈને હવે શ્રમિકોએ મોટા આંદોલનની જાહેરાત કરી છે. આગામી 1 ઓક્ટોબરના રોજ 20 હજારથી વધુ શોષિત અને પીડિત કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસશે. અગાઉ થયેલી રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા મજૂરો હવે સામૂહિક રીતે એકઠા થઈને વહીવટી તંત્ર સામે મોરચો માંડશે. આ વખતે અગાઉની સરખામણીએ ચાર ગણી સંખ્યામાં કામદારો એકત્રિત થઈને કલેક્ટર કચેરી ખાતે પોતાનો અવાજ બુલંદ કરશે.

શ્રમિક આગેવાનો દ્વારા અગાઉ 24 તારીખ અને ત્યારબાદ 12 તારીખે પણ કલેક્ટરને રૂબરૂ મળીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. વહીવટી તંત્રને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી કે જો 30 તારીખ સુધીમાં એસોસિએશન તેમજ સંબંધિત વિભાગો સાથે બેઠક યોજીને કોઈ યોગ્ય સમાધાનકારી રસ્તો નહીં કાઢવામાં આવે, તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

જોકે, ડેડલાઈન નજીક હોવા છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય સુનાવણી કરવામાં આવી નથી. ધરણાની પરવાનગી માટે છેલ્લા પાંચ-સાત દિવસથી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી ધરણા માટે કોઈ મંજૂરી આપવામાં આવી રહી નથી. આ કારણે શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે આંદોલન કરવા માટે મક્કમ બન્યા છે.
📲Get App